8મું પગાર પંચ : કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી ખુશખબર

WhatsApp ગ્રુપ જોડાવો

8મું પગાર પંચ હવે સત્તાવાર રીતે જાન્યુઆરી 2026થી લાગુ થવાનું છે. આ સમાચાર સાંભળીને કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોમાં આનંદ છવાઈ ગયો છે.

8મું પગાર પંચ ક્યારે લાગુ થશે?

સરકાર દ્વારા હજુ સત્તાવાર જાહેરખબર કરવામાં આવી નથી, પરંતુ નક્કી કરવામાં આવ્યું છે કે નવો પગાર પંચ 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. જો સરકાર થોડું મોડું નોટિફિકેશન જાહેર કરે તો પણ પગાર વધારો અને ભથ્થાંની ગણતરી જાન્યુઆરી 2026થી જ થશે.

આ પણ વાંચો: CISF New Bharti 2025 : ધો.10 પાસ ઉમેદવારો માટે મોટી તક

કેટલા લોકોને થશે સીધો ફાયદો?

પગાર પંચથી આશરે 50 લાખથી વધુ કર્મચારીઓ અને લગભગ 60 લાખ પેન્શનરોને સીધો લાભ મળશે. એટલે કે લાખો પરિવારોની આર્થિક સ્થિતિમાં સુધારો થવાનો છે.

કર્મચારીઓ માટે ખાસ લાભ

નેશનલ કાઉન્સિલ–જ્વાઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરીના સચિવ શિવ ગોપાલ મિશ્રાએ જણાવ્યું છે કે હંમેશા જેમ સમયસર લાભ આપવામાં આવે છે, તેમ આ વખતે પણ કર્મચારીઓને પાછળથી બાકી રકમ ચૂકવવામાં આવશે.
જેમ સાતમા પગાર પંચ વખતે જાન્યુઆરી 2016થી બાકી રકમ ચૂકવવામાં આવી હતી, તેમ જ આ વખતે પણ જાન્યુઆરી 2026થી લાભ મળશે.

આ પણ વાંચો: મહિલાઓ માટે ખુશખબર! મળશે 12000 રૂપિયાની સહાય, સીધા એકાઉન્ટમાં આવશે – Gujarat Namo Shri Yojana

કેટલો પગાર વધારો થશે?

રિપોર્ટ્સ અનુસાર, આ નવા પગાર પંચથી 30 થી 34 ટકા સુધી પગારમાં વધારો થવાની સંભાવના છે. સાથે જ મોંઘવારીનો દર 6-7% વચ્ચે રહેશે તેવી ધારણા છે. એટલે કર્મચારીઓ અને પેન્શનરોને વધુ નાણાકીય સુરક્ષા મળશે.

કર્મચારીઓમાં ઉત્સુકતા

હાલમાં સરકાર તરફથી કોઈ સત્તાવાર નોટિફિકેશન નથી આવ્યું, પરંતુ કર્મચારીઓમાં ભારે ઉત્સુકતા છે. સૌને આશા છે કે 8મું પગાર પંચ શરૂ થયા બાદ તેમની આવક વધશે અને ઘરનું આર્થિક બોજું હળવું થશે.