Amabalal Patel Agahi: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ એ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત છે, જેમની આગાહીઓ ખાસ કરીને ચોમાસા, વરસાદ અને અન્ય હવામાન સંબંધિત ઘટનાઓ માટે લોકોમાં ખૂબ લોકપ્રિય છે. તેમની આગાહીઓ ઘણીવાર ગુજરાતના ખેડૂતો, સામાન્ય લોકો અને મીડિયા દ્વારા નજીકથી અનુસરવામાં આવે છે. નીચે અંબાલાલ પટેલ આગાહીઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી સામે આવી છે જેમાં તેમનું કહેવું છે કે, આજથી ગુજરાત રાજ્યમાં ગાજવીજ સાથે અતિ ભારે વરસાદની આગાહી છે અને આવતીકાલથી રાજયમાં ચોમાસું વધુ સક્રિય થશે અને અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે વરસાદ પડશે અને રાજયભરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલની આગાહી તારીખ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં 19,20,21 ઓગસ્ટ રોજ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડશે તેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને 22 ઓગસ્ટ બાદ બંગાળની ખાડીમાં વરસાદી ભારે સિસ્ટમ સક્રિય થશે અને 26 થી 30 ઓગસ્ટ દરમ્યાન અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, દક્ષિણ સૌરાષ્ટ્ર કેટલાક ભાગોમાં પુર જેવી સ્થિતિ સર્જાશે.
ક્યાં જીલ્લામાં અતિભારે વરસાદ થશે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરીએ તો વડોદરા, રાજકોટ,બોટાદ, પંચમહાલ, ભાવનગર, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, સુરત, તાપી, વલસાડ, નવસારી, ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પુર જેવી સ્થિતિ સર્જાશે.
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી ભારે વરસાદની આગાહી કરાઈ છે, પાટણ, મહેસાણામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને 30 જૂન સુધી ગાજવીજ સાથે અતિ ભારે વરસાદની આગાહી છે સાથે સાથે રાજ્યના કેટલાક ભાગોમા વીજળી પડવાની સંભાવના છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી દ્વારા કહેવામાં આવ્યું કે આ વરસાદી ભારે સિસ્ટમથી ખેડૂતોના પાક ભારે નુકસાન પહોંચશે.