Gujarat Namo Shri Yojana: ગુજરાત સરકાર દ્વારા નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા 2024-25ના બજેટ રજૂઆત દરમિયાન શરૂ કરવામાં આવી છે, આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગર્ભવતી મહિલાઓ અને નવજાત શિશુઓના આરોગ્યની સુરક્ષા, પોષણની સુવિધા, અને માતૃ તેમજ શિશુ મૃત્યુદર ઘટાડવો છે. મિત્રો આ લેખમાં આ યોજનાની સંપૂર્ણ માહિતી નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
ગુજરાત નમો શ્રી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય
ગુજરાત નમો શ્રી યોજનાએ ગુજરાતમાં દર વર્ષે અંદાજે 12 લાખ નવજાત શિશુઓનો જન્મ થાય છે, જેમાંથી ઘણા બાળકો પોષણની અછતને કારણે મૃત્યુ પામે છે. ગુજરાત નમો શ્રી યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓને પોષણયુક્ત ખોરાક અને આરોગ્ય સેવાઓ પૂરી પાડીને માતૃ અને શિશુ મૃત્યુદર ઘટાડવાનો છે. ગુજરાત નમો શ્રી યોજના ખાસ કરીને ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓ માટે રચાયેલ છે, જેથી તેઓને આર્થિક સહાય અને સામાજિક સુરક્ષા મળે.
ગુજરાત નમો શ્રી યોજના માટેની રકમ
આ યોજના અંતર્ગત 12,000/- પ્રતિ લાભાર્થી આપવામાં આવશે.આ રકમ ગર્ભાવસ્થાની શરૂઆતથી લઈને બાળકના જન્મ અને પછીના સમયગાળા દરમિયાન ચાર તબક્કામાં આપવામાં આવે છે ગર્ભાવસ્થાની નોંધણી સમયે રૂપિયા 5,000/- (રૂપિયા 2,000/- રાજ્ય સરકાર તરફથી અને રૂપિયા 3,000/- કેન્દ્ર સરકાર તરફથી) ગર્ભાવસ્થાના છ મહિના પછી રૂપિયા 2,000/- (રાજ્ય સરકાર તરફથી) આપવામાં આવશે. સંસ્થાકીય ડિલિવરી પછી રૂપિયા 3,000/- (રાજ્ય સરકાર તરફથી) આપવામાં આવશે. બાળકના 14-અઠવાડિયાના રસીકરણ પછી રૂપિયા 2,000/- (કેન્દ્ર સરકાર તરફથી) આપવામાં આવશે.
ગુજરાત નમો શ્રી યોજના માટે પાત્રતાના માપદંડ
- અરજદાર ગુજરાત રાજ્યની કાયમી નિવાસી હોવી જોઈએ.
- અરજદાર ગર્ભવતી મહિલા હોવી જોઈએ.
- વાર્ષિક કૌટુંબિક આવક રૂ. 8 લાખથી ઓછી હોય તેવી મહિલાઓ
- બાળકની ડિલિવરી સરકારી અથવા ખાનગી હોસ્પિટલમાં થવી જોઈએ.
ગુજરાત નમો શ્રી યોજના માટે જરૂરી જરૂરી દસ્તાવેજો
- ગુજરાતનું ડોમિસાઈલ પ્રમાણપત્ર
- આધાર કાર્ડ
- બેંક ખાતાની વિગતો
- ગર્ભાવસ્થા સંબંધિત તબીબી દસ્તાવેજો
- ઉપરોક્ત પાત્રતા માપદંડ શ્રેણીઓમાંથી કોઈ એકને સાબિત કરતું પ્રમાણપત્ર (જેમ કે, SC/ST પ્રમાણપત્ર, PM-JAY કાર્ડ, NFSA કાર્ડ, BPL કાર્ડ, MGNREGA/ઈ-શ્રમ કાર્ડ, આવકનું પ્રમાણપત્ર વગેરે)
ગુજરાત નમો શ્રી યોજના માટે અરજી પ્રક્રિયા
ગુજરાત નમો શ્રી યોજનાનું અરજી ફોર્મ નજીકના આંગણવાડી કેન્દ્ર પર મફતમાં ઉપલબ્ધ છે. અરજદારે જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ ભરીને આંગણવાડી સેવિકાને સબમિટ કરવાનું રહેશે. ઓનલાઈન અરજી કરવા માટે હાલમાં ઓનલાઈન અરજી પ્રક્રિયા વિશે સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી. ભવિષ્યમાં સરકાર દ્વારા ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. અરજદારોને સત્તાવાર વેબસાઈટ અથવા આંગણવાડી કેન્દ્ર દ્વારા અપડેટ્સ તપાસવા સૂચન છે.
Foram
Foram
I am samnani ruksana
Study: 12 pass