PM Awas Yojana: પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) એ કેન્દ્ર સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે, જેનો હેતુ ગરીબ અને નીચલી આવક ધરાવતા લોકોને સસ્તું અને પાકું મકાન પૂરું પાડવાનો છે. આ યોજના 25 જૂન 2015ના રોજ શરૂ કરવામાં આવી હતી, જેનો મુખ્ય હેતુ 2022 સુધીમાં દેશના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં દરેક પાત્ર પરિવારને પાકું મકાન આપવાનો હતો. આ યોજના બે ભાગમાં વહેંચાયેલી છે: પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી અને પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ. નીચે પીએમ આવાસ યોજનાની સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે
પીએમ આવાસ યોજના મુખ્ય ઉદ્દેશ્ય
આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય 2027 સુધીમાં દેશના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં દરેક પાત્ર પરિવારને પાકું મકાન આપવાનો હતો અને ગરીબીથી મુક્ત કરવાનો.
પીએમ આવાસ યોજના માટે પાત્રતા ધોરણ
- અરજદારની પાસે પાકું મકાન ન હોવું જોઈએ.
- અરજદાર ભારતીય નાગરિક હોવો જોઈએ.
- અરજદાર SC/ST, લઘુમતીઓ, વિધવાઓ, વિકલાંગોને પ્રાથમિકતા.
- અરજદારની પાસે પાકું મકાન ન હોવું જોઈએ.
- અરજદાર 25 વર્ષથી વધુ ઉંમરના સાક્ષર વ્યક્તિ વગરના પરિવારોને પ્રાથમિકતા.
પીએમ આવાસ યોજના માટે જરૂરી દસ્તાવેજો
- અરજદારનું આધાર કાર્ડ
- અરજદારનું પાન કાર્ડ
- અરજદારનું સરનામાનો પુરાવો
- અરજદારનું આવકનો પુરાવો
- અરજદારનું બેંક સ્ટેટમેન્ટ અને બેંક ખાતાબુક
- અરજદારના પ્રોપર્ટી દસ્તાવેજો
- અરજદારના પાસપોર્ટ સાઇઝ ના 2 ફોટા
પીએમ આવાસ યોજના માટે ની અરજી પ્રકિયા
- સત્તાવાર વેબસાઇટ https://pmaymis.gov.in/ અથવા https://pmayg.nic.in/ પર જાઓ.
- Citizen Assessment વિકલ્પ પસંદ કરો અને For Slum Dwellers અથવા Benefits under other 3 components પસંદ કરો.
- આધાર કાર્ડની વિગતો દાખલ કરો.
- અરજી ફોર્મમાં વ્યક્તિગત, આવક અને પ્રોપર્ટીની વિગતો ભરો.
- કેપ્ચા કોડ દાખલ કરીને Save પર ક્લિક કરો.
- અરજી સબમિટ થયા પછી એક રજિસ્ટ્રેશન નંબર મળશે, જેનાથી તમે અરજીની સ્થિતિ ચકાસી શકો છો.
પ્રધાનમંત્રી આવાસ યોજના એ ગરીબ અને નીચલી આવક ધરાવતા લોકો માટે ઘરનું સપનું સાકાર કરવાની એક શ્રેષ્ઠ યોજના છે. યોગ્ય દસ્તાવેજો અને પાત્રતા સાથે, તમે ઓનલાઇન અથવા ઓફલાઇન અરજી કરી શકો છો. રાજ્યમાં આ યોજના સફળતાપૂર્વક અમલમાં મૂકાઈ રહી છે, અને લાખો લોકોને તેનો લાભ મળી રહ્યો છે. આ યોજનાની વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો અથવા નજીકના CSCનો સંપર્ક કરો.