Post Office RD માં દર મહિને ₹5,000 મુકીને 5 વર્ષમાં મેળવો ₹3.56 લાખ. જાણો વ્યાજ દર, ફાયદા અને સુરક્ષિત બચતની સચોટ માહિતી.
મિત્રો, આજકાલ દરેકને એવી સ્કીમ જોઈએ છે જ્યાં સુરક્ષિત રીતે બચત કરી શકાય અને સાથે-સાથે સારો વ્યાજ પણ મળે. જો તમે પણ નાના-નાના ડિપોઝિટથી મોટો ફંડ બનાવવા ઈચ્છો છો, તો Post Office Recurring Deposit (RD) Scheme તમારા માટે એકદમ યોગ્ય વિકલ્પ છે.
પોસ્ટ ઓફિસ RD સ્કીમ શું છે?
RD (Recurring Deposit) એ એવી યોજના છે જેમાં તમે દર મહિને એક નક્કી રકમ બચત ખાતામાં મુકો છો. આ રકમ પર તમને compounded interest (ત્રિમાસિક વ્યાજ) મળે છે, એટલે કે વ્યાજ પર પણ વ્યાજ મળે છે.
- મિનિમમ ઈન્વેસ્ટમેન્ટ: ₹100 થી શરૂ
- મહત્તમ ઈન્વેસ્ટમેન્ટ: કોઈ મર્યાદા નથી
- સમયગાળો: સામાન્ય રીતે 5 વર્ષ
ઉદાહરણથી સમજીએ
👉 જો તમે દર મહિને ₹5,000 RD માં મુકો છો, તો 5 વર્ષ પછી –
- કુલ મૂડી = ₹3,00,000
- માચ્યુરિટી રકમ = લગભગ ₹3,56,830
અટલેકે, માત્ર 5 વર્ષમાં તમે ₹56,000 થી વધુ વ્યાજ કમાઈ શકો છો!
👉 જો તમે 10 વર્ષ સુધી દર મહિને બચત કરશો તો તમારું એકાઉન્ટ ₹11 લાખથી વધુ થઈ શકે છે.
હાલની વ્યાજ દર
હાલમાં Post Office RD પર 6.7% વ્યાજ દર મળી રહ્યો છે, જે દર ત્રિમાસે કમ્પાઉન્ડ થાય છે. આ દર સરકાર દ્વારા દરેક ત્રિમાસે અપડેટ થાય છે.
મુખ્ય ફાયદા
- નાના રોકાણથી મોટી બચત કરવાની તક
- સરકાર દ્વારા ગેરંટીવાળી યોજના – બિલકુલ સુરક્ષિત
- Pre-mature withdrawalની સુવિધા
- Joint Account ઓપન કરવાની તક
- સમયસર ડિપોઝિટ કરવાથી “rebate” પણ મળે છે
કોના માટે યોગ્ય?
- નિયમિત બચત કરવા ઇચ્છતા લોકો
- સાવચેત રોકાણકારો જેને રિસ્ક ન ગમે
- બાળકોના ભવિષ્ય, શિક્ષણ કે નિવૃત્તિ માટે પ્લાન કરનારાઓ
નિષ્કર્ષ
દોસ્તો, જો તમે Risk-Free Investment ઈચ્છો છો અને દર મહિને થોડું થોડું બચાવીને મોટો ફંડ બનાવવો હોય, તો Post Office RD Scheme સૌથી સારું વિકલ્પ છે. માત્ર ₹5,000 થી શરૂઆત કરો અને ભવિષ્ય માટે સુરક્ષિત બચતનો રસ્તો તૈયાર કરો.