Traffic Brigade Recruitment 2025: મિત્રો, ગુજરાત રાજ્યમાં અમદાવાદ ટ્રાફિક પોલીસ તથા અમદાવાદ ટ્રાફિક બ્રિગેડ ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં ટ્રાફિક બ્રિગેડમાં માનદ સેવકોની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી ખાસ કરીને ટ્રાફિક નિયમન અને વ્યવસ્થામાં સહાયરૂપ થવા ઈચ્છતા ઉમેદવારો માટે એક સારી તક છે. આ જાહેરાત અનુસાર, ધોરણ ૮ પાસ ઉમેદવારો પણ આ માનદ સેવા માટે અરજી ફોર્મ ભરી શકે છે, જેથી ઓછામાં ઓછી શૈક્ષણિક લાયકાત ધરાવતા યુવાનો પણ રાજ્યમાં અને સમાજસેવામાં પોતાનું યોગદાન આપી શકે.
ટ્રાફિક બ્રિગેડ ભરતી 2025 માટે ઉંમર મર્યાદા
ટ્રાફિક બ્રિગેડમાં માનદ સેવક તરીકે જોડાવા માટે ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ ઉંમર અને વધુમાં વધુ 40 વર્ષની ઉંમર હોવી જોઈએ.
ટ્રાફિક બ્રિગેડ ભરતી 2025 માટે શૈક્ષણિક લાયકાત
- આ ભરતી માટે ન્યુનત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ-9 પાસ કે તેનાથી વધુ શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ.
- નોંટ: આ ભરતીમાં અનુભવી, મજબુત બાંધો, વધુ ઊંચાઈ તેમજ અન્ય લાયકાતો ધરાવનાર ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.
ટ્રાફિક બ્રિગેડ ભરતી 2025 માટે શારીરિક યોગ્યતા
આ ભરતીમાં ઉમેદવારોએ નીચે મુજબના શારીરિક માપદંડો અને શારીરિક કસોટી પાસ કરવાની રહેશે:
પુરુષ (Male)
- ઊંચાઈ:- 162 સેમી (SC/ST/OBC) અને 165 સેમી (General) ઊંચાઈ હોવી જોઈએ.
- દોડ:- 600 મીટર 4 મિનિટમાં પુરી કરવાની રહેશે.
મહિલા (Female)
- ઊંચાઈ:- 150 સેમી (SC/ST/OBC) અને ૧૫૫ સેમી (General) ઊંચાઈ હોવી જોઈએ.
- દોડ:- 400 મીટર 3 મિનિટમાં પુરી કરવાની રહેશે.
ટ્રાફિક બ્રિગેડ ભરતી 2025 માટે પસંદગી પ્રક્રિયા
આ ભરતીમાં ઉમેદવારની પસંદગી પ્રક્રિયામાં શારીરિક કસોટી, તબીબી પરીક્ષણ અને અંગત મુલાકાત (ઈન્ટરવ્યુ)નો સમાવેશ થશે. યોગ્ય ઉમેદવારોની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે.
ટ્રાફિક બ્રિગેડ ભરતી 2025 માટે કઈ રીતે અરજી ફોર્મ ભરવું?
ટ્રાફિક બ્રિગેડ ભરતી માટે અરજી કરવા માટે કોઈ ઓનલાઈન ફોર્મ ઉપલબ્ધ નથી. અરજીપત્રક ભરીને સીધા જ પોલીસ સ્ટેશન ખાતે જમા કરાવવાનું રહેશે. નીચેના મુજબ દર્શાવવામાં માહિતી પ્રમાણે ફોર્મ ભરવાનું રહેશે, અને તા.25/08/2025 થી તા.18/09/2025 સુધી સવાર કલાક 11:00 થી 18:00 સુધીમાં મેળવી શકાશે.
- અરજી ફોર્મ સંબંધિત પોલીસ સ્ટેશન પરથી મેળવો અથવા આપેલી લિંક પરથી ડાઉનલોડ કરો.
- ફોર્મમાં પૂછવામાં આવેલી તમામ વિગતો સ્પષ્ટ અને સાચી રીતે ભરો.
- શૈક્ષણિક લાયકાત, રહેઠાણ, ઉંમર, અને અન્ય જરૂરી દસ્તાવેજોની સ્વપ્રમાણિત નકલ અરજી ફોર્મ સાથે જોડો.
- ભરેલું અરજી ફોર્મ સંબંધિત પોલીસ સ્ટેશનમાં નક્કી કરેલા સમયગાળા દરમિયાન જમા કરાવો.
- ઉમેદવારોને વિનંતી છે કે છેલ્લા દિવસની રાહ જોયા વગર વહેલી તકે અરજી ફોર્મ ભરીને જમા કરાવી દે.
Trb
Himatnagar